વાનખેડેમાં રમાયેલી મેચમાં રાજસ્થાને 3 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 125 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાને રિયાન પરાગની તોફાની અડધી સદીના આધારે 15.3 ઓવરમાં 6 વિકેટે મેચ જીતી લીધી હતી. સતત ત્રણ મેચમાં જીત સાથે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે,
જ્યારે સતત ત્રણ મેચમાં હાર સાથે મુંબઈ અંતિમ સ્થાને જ યથાવત છે.રિયાન પરાગે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું અને સતત બીજી અડધી સદી ફટકારી. પરાગે 39 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તેના સિવાય બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર 16 રન હતો જે અશ્વિનના બેટથી આવ્યો હતો. તે સ્પષ્ટ છે કે રિયાન પરાગે એકલા હાથે મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી મેચ છીનવી લીધી હતી. રિયાન પરાગે પોતાની અડધી સદીની ઈનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. પરાગે હવે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપ જીતી છે.