IPL: RCBએ ગુજરાત ટાઈટન્સને હરાવ્યુ, પ્લેઓફની આશા જીવંત

New Update
IPL: RCBએ ગુજરાત ટાઈટન્સને હરાવ્યુ, પ્લેઓફની આશા જીવંત

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL-2024માં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમે વર્તમાન સિઝનની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે બેંગલુરુએ તેની પ્લેઑફની આશા જીવંત રાખી છે. આ જીત સાથે જ RCB પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે આવી ગયું છે.બેંગલુરુએ શનિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાત 19.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં બેંગલુરુએ 13.4 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

સ્વપ્નિલ સિંહે રાશિદ ખાન સામે વિજયી સિક્સ ફટકારી હતી.RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 23 બોલમાં 64 રનની અડધી સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ 27 બોલમાં 42 રન બનાવ્યા હતા. બંનેએ 92 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ગુજરાત તરફથી જોશુઆ લિટલને 4, જ્યારે નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી.ગુજરાત તરફથી રાહુલ તેવટિયા 35 રન બનાવીને, ડેવિડ મિલર 30 રન બનાવીને અને શાહરૂખ ખાન 37 રન બનાવીને આઉટ થયા હતા. રાશિદ ખાને 18 રન બનાવ્યા હતા. બેંગલુરુ તરફથી મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાખ અને યશ દયાલે 2-2 વિકેટ લીધી હતી.

Latest Stories