Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: સીઝનમાં RCBની ચોથી હાર, રાજસ્થાને બેગલુરુંને હરાવ્યું, વિરાટની સદી એળે ગઈ

IPL: સીઝનમાં RCBની ચોથી હાર, રાજસ્થાને બેગલુરુંને હરાવ્યું, વિરાટની સદી એળે ગઈ
X

રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત ચોથી જીત નોંધાવી છે. ટીમે હવે હોમ ગ્રાઉન્ડ જયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે હરાવ્યું હતું. RCBની 17મી સિઝનમાં આ ચોથી હાર છે.રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત ચોથી જીત નોંધાવી છે. ટીમે હવે હોમ ગ્રાઉન્ડ જયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે હરાવ્યું હતું. RCBની 17મી સિઝનમાં આ ચોથી હાર છે.સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RCBએ 20 ઓવરમાં 3 વિકેટે 183 રન બનાવ્યા હતા. RRએ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. જોસ બટલરે સદીની ઇનિંગ રમી હતી. તેણે 58 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે 100ના સ્કોર પર અણનમ પરત ફર્યો હતો. કેપ્ટન સંજુ સેમસને 69 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 148 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી.

RCB તરફથી વિરાટ કોહલીએ સિઝનની પ્રથમ સદી ફટકારી, તેણે 73 બોલમાં 113 રન બનાવ્યા, પરંતુ તેની ટીમ સ્કોરને ડિફેન્ડ કરી શકી નહીં. યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી.

Next Story