Connect Gujarat
સ્પોર્ટ્સ

જેમ્સ એન્ડરસને રચ્યો ઈતિહાસ, 40 વર્ષની ઉંમરે ટેસ્ટમાં વિશ્વનો નંબર વન બોલર બન્યો..!

જેમ્સ એન્ડરસને રચ્યો ઈતિહાસ, 40 વર્ષની ઉંમરે ટેસ્ટમાં વિશ્વનો નંબર વન બોલર બન્યો..!
X

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ICC રેન્કિંગમાં ટોપ બોલરનું સ્થાન ગુમાવ્યું છે. તે બે સ્થાન નીચે saraki ગયો છે અને ત્રીજા સ્થાને આવી ગયો છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 40 વર્ષની ઉંમરે ફરી ટોચનું સ્થાન મેળવી લીધું છે. આ સાથે જ ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. અશ્વિન ઉપરાંત ભારતના રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. આ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

એન્ડરસને ગયા અઠવાડિયે માઉન્ટ મૌંગાનુઇ ખાતે ન્યુઝીલેન્ડ સામે સાત વિકેટ ઝડપી હતી કારણ કે ઇંગ્લેન્ડે 267 રનથી મેચ જીતી હતી. આ પ્રદર્શનના આધારે એન્ડરસન 40 વર્ષની ઉંમરે ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. તેણે પેટ કમિન્સ પાસેથી ટોચના બોલરનો તાજ છીનવી લીધો. કમિન્સ ચાર વર્ષ સુધી ટેસ્ટમાં નંબર વન બોલર હતો.

આ છઠ્ઠી વખત છે જ્યારે 2003માં ડેબ્યૂ કરનાર એન્ડરસને ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તે મે 2016માં પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યો હતો. આ પછી, 2018 માં, તે પાંચ મહિના સુધી ટોપ ટેસ્ટ બોલર હતો. આ પછી કાગિસો રબાડાએ તેને હટાવી દીધો. હવે એન્ડરસને ફરી જોરદાર વાપસી કરી છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે માત્ર મુથૈયા મુરલીધરન અને શેન વોર્નથી પાછળ છે. એન્ડરસને 682 ટેસ્ટ વિકેટ, શેન વોર્નના નામે 708 અને મુથૈયા મુરલીધરને 800 ટેસ્ટ વિકેટ લીધી છે.

Next Story