New Update
/connect-gujarat/media/post_banners/066f3fddbb68ebc945abbaf23d478dbbc0cce303d9b44d6d61b1f45dd19b8e97.webp)
કરીના કપૂર ખાનની યુનિસેફ ઈન્ડિયાની નેશનલ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. તે 2014 થી સેલિબ્રિટી એડવોકેટ તરીકે આ સંસ્થા સાથે સંકળાયેલી હતી. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ શેર કરીને આ જાણકારી આપી છે.
કરીનાએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે આજનો દિવસ તેના માટે ખૂબ જ ઈમોશનલ દિવસ છે. કરીનાએ લખ્યું- હું આ સંસ્થા સાથે 10 વર્ષથી જોડાયેલી છું. આ 10 વર્ષોમાં મેં બાળકોના અધિકારો માટે કામ કર્યું છે. હું ભવિષ્યમાં પણ સંપૂર્ણ સમર્પણ સાથે આ સંસ્થા સાથે જોડાયેલી રહીશ.
Latest Stories