Connect Gujarat
સ્પોર્ટ્સ

જાણો ભારત અને દક્ષિણ આફ્રિકા મેચનું સંપૂર્ણ શિડ્યુલ, 10 ડિસેમ્બરથી થશે શરૂ

જાણો ભારત અને દક્ષિણ આફ્રિકા મેચનું સંપૂર્ણ શિડ્યુલ, 10 ડિસેમ્બરથી થશે શરૂ
X

ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણી બાદ ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના લાંબા પ્રવાસ પર જશે. ટીમ ઈન્ડિયાને આફ્રિકામાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ભારતનો આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે. અહીં જાણો ભારતના દક્ષિણ આફ્રિકા મેચનું સંપૂર્ણ શિડ્યુલ.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. જો કે ટીમની જાહેરાત આજે એટલે કે 30 નવેમ્બર ગુરુવારે થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, 2024ના વર્લ્ડ કપ માટે જે ખેલાડીઓની પસંદગી થઈ શકે છે તે જ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં સ્થાન મળશે.

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની વાત કરીએ તો તેની શરૂઆત ત્રણ મેચની T20 શ્રેણીથી થશે. આ પછી, ત્રણ વનડે મેચો રમાશે અને અંતે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. T20 સિરીઝની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 ડિસેમ્બરે ડરબનમાં પ્રથમ T20 રમાશે. આ પછી, બીજી T20 12 ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે અને ત્રીજી અને અંતિમ T20 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે. આ પછી 17 ડિસેમ્બરથી વનડે શ્રેણી શરૂ થશે. પ્રથમ ODI જોહાનિસબર્ગમાં, બીજી ODI 19 ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ પાર્કમાં અને ત્રીજી અને અંતિમ ODI 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે. આ પછી, પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી શરૂ થશે.

ભારતના દક્ષિણ આફ્રિકાના મેચનું શિડ્યુઅલ

• પ્રથમ T20- 10 ડિસેમ્બર

• બીજી T20- 12 ડિસેમ્બર

• ત્રીજી T20- 14 ડિસેમ્બર

• પ્રથમ ODI- 17 ડિસેમ્બર

• બીજી ODI- 19 ડિસેમ્બર

• ત્રીજી ODI- 21 ડિસેમ્બર

• પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર

• બીજી ટેસ્ટ- 3-7 જાન્યુઆરી

Next Story