Connect Gujarat
સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડમાં બેટ્સમેન બેન સ્ટોક્સે રચ્યો ઇતિહાસ, ઈંગ્લેન્ડ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો

ન્યૂઝીલેન્ડમાં બેટ્સમેન બેન સ્ટોક્સે રચ્યો ઇતિહાસ, ઈંગ્લેન્ડ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો
X

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 4 મેચની વન-ટે સીરિઝની ત્રીજી મેચમાં ઇગ્લેન્ડના બેટ્સમેન બેન સ્ટોક્સે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તાજેતરમાં જ વન-ડેની નિવૃત્તિમાંથી પરત ફરેલા સ્ટોક્સે 6 વર્ષ બાદ વન-ડે ફોર્મેટમાં સદી ફટકારી હતી. આ મેચમાં સ્ટોક્સની આક્રમક બેટિંગ જોવા મળી હતી અને તેણે માત્ર 76 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જો કે તે બેવડી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો, પરંતુ ઈંગ્લેન્ડ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે તેના નામે નોંધાઈ ગયો છે.

આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા જ બોલ પર ઇગ્લેન્ડે જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવી હતી. આ પછી 13ના સ્કોર પર બોલ્ટે જો રૂટના રૂપમાં ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો.

બેન સ્ટોક્સે ડેવિડ મલાન સાથે મળીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને સંભાળી હતી અને પ્રથમ 10 ઓવરમાં સ્કોર 55 રન સુધી પહોંચાડ્યો હતો. આ પછી સ્ટોક્સે એક છેડેથી ઝડપી રન બનાવવાનું ચાલુ રાખ્યું. સ્ટોક્સે મલાન સાથે ત્રીજી વિકેટ માટે 199 રનની ભાગીદારી કરી હતી. મલાન આ મેચમાં 95 બોલમાં 96 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

Next Story