Connect Gujarat
સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ બેટિંગમાં રચ્યો ઇતિહાસ, એમએસ ધોનીના રેકોર્ડની કરી બરાબરી

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ બેટિંગમાં રચ્યો ઇતિહાસ, એમએસ ધોનીના રેકોર્ડની કરી બરાબરી
X

ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સંઘર્ષ કરી રહી છે. પરંતુ ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ પોતાના ખાતામાં અદભૂત સિદ્ધિ નોંધાવી છે. આ વખતે સાઉથીએ બેટિંગમાં ઇતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

સાઉથીએ ઈંગ્લેન્ડ સામેની ઈનિંગ દરમિયાન બે સિક્સર ફટકારી હતી. આ રીતે સાઉથીએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 78 સિક્સર ફટકારી છે. અહીં સાઉથીએ એમએસ ધોનીની બરાબરી કરી છે. ધોને ટેસ્ટ ક્રિકેટમાં 78 સિક્સર ફટકારી છે. સાઉથીએ માત્ર 131 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી જ્યારે ધોનીએ 144 ઇનિંગ્સમાં 78 સિક્સ ફટકારી હતી.

સાઉથી હવે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સની બરાબરી કરતાં માત્ર નવ સિક્સર દૂર છે. જોકે, તે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમથી ઘણો પાછળ છે, જેણે 107 સિક્સ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે ટિમ સાઉથી 14માં સ્થાન પર છે.

Next Story