સૌરવ ગાંગુલી નહીં હવે આ ખેલાડી બનશે BCCIનો આગામી અધ્યક્ષ, વાંચો શું છે નવા સમીકરણ

BCCI સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે.નવા બોર્ડ પ્રેસિડેન્ટને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ

સૌરવ ગાંગુલી નહીં હવે આ ખેલાડી બનશે BCCIનો આગામી અધ્યક્ષ, વાંચો શું છે નવા સમીકરણ
New Update

BCCI સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે.નવા બોર્ડ પ્રેસિડેન્ટને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે અને વર્તમાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની વિદાઈ થઈ હોઈ શકે છે.BCCI સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. નવા બોર્ડ પ્રેસિડેન્ટને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે અને વર્તમાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની વિદાઈ થઈ હોઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંગુલી 18 ઓક્ટોબરે યોજાનારી BCCIની ચૂંટણીમાં ભાગ નહીં લે. કારણ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પદ માટે તેમનું નામ જાહેર થવા જઈ રહ્યું છે. ગાંગુલી ICC અધ્યક્ષ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે.ICCના અધ્યક્ષ પદ માટે પણ આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈના આગામી અધ્યક્ષ કોણ બનશે, આ આ સમયનો સૌથી મોટો પ્રશ્ન છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંગુલીના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્નીને BCCIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. બિન્નીનું નામ ફેવરિટની યાદીમાં સૌથી ઉપર જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો ગુરુવારે BCCIના ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંગુલીને આગામી ચૂંટણી નહીં લડે.આગામી બોર્ડ પ્રમુખને લઈને આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગાંગુલી પોતે પણ સામેલ થયા હતા. તેમની સાથે બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ટ્રેઝરર અરુણ ધૂમલ અને પૂર્વ બીસીસીઆઈ પ્રમુખ એન શ્રીનિવાસન પણ આ બેઠકમાં હતા. ગાંગુલીના જવાની સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે BCCI સેક્રેટરી જય શાહ પણ વિદાય લઈ શકે છે. પરંતુ હાલના અહેવાલો જોતા એવું લાગે છે કે જય શાહ ચાલુ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે ગાંગુલી ફરી ચૂંટણી નહીં લડે, પરંતુ જય શાહ ફરીથી બોર્ડના સેક્રેટરી પદ માટે ચૂંટણીમાં ભાગ લેશે.

#India #ConnectGujarat #Sourav Ganguly #BCCI President #New Equation
Here are a few more articles:
Read the Next Article