ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, બાબર આઝમ કેપટન

New Update
ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, બાબર આઝમ કેપટન

ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મંગળવારે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને ઓલરાઉન્ડર ઈમાદ વસીમે કમબેક કર્યું છે.ટીમની આગેવાની બાબર આઝમને સોંપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ મેચની T20 શ્રેણી માટે પાકિસ્તાનના પ્રવાસે જશે. શ્રેણીની પ્રથમ મેચ 18 એપ્રિલે રાવલપિંડીમાં રમાશે.

બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ આમિર, મોહમ્મદ ઈરફાન નિયાઝી, નસીમ શાહ, સૈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસામા મીર, ઉસ્માન ખાન અને જમાન ખાન.

Latest Stories