Connect Gujarat
સ્પોર્ટ્સ

રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓના વખાણ કર્યા:BCCIએ વીડિયો પોસ્ટ કર્યો

રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓના વખાણ કર્યા:BCCIએ વીડિયો પોસ્ટ કર્યો
X

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓના વખાણ કર્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે આ શ્રેણીની જીત માટે ટીમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ એક ઇનિંગ અને 64 રને જીતી લીધી હતી.દ્રવિડે કહ્યું, સૌથી પહેલા હું તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન આપવા માગુ છું. આ શ્રેણીમાં ઘણી વખત જોવા મળ્યું કે અમારા પર ઘણું દબાણ હતું પરંતુ તેમ છતાં અમે સારું પ્રદર્શન કર્યું અને સિરીઝ જીતી. આ એકદમ સારી વાત હતી.ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે કોઈ મેચમાં વિરોધી ટીમ કરતા આગળ હોઈએ છીએ, ત્યારે આપણે તેના પર સતત દબાણ બનાવીને મેચ જીતવી પડે છે. સિરીઝની શરૂઆત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે, જો કે, અમે હાર ન માની અને શ્રેણી જીતી લીધી.

Next Story