રોહન બોપન્નાએ તેના સાથીદાર મેટ એબ્ડોન સાથે મળીને મેન્સ ડબલ્સનો જીત્યો ખિતાબ

New Update
રોહન બોપન્નાએ તેના સાથીદાર મેટ એબ્ડોન સાથે મળીને મેન્સ ડબલ્સનો જીત્યો ખિતાબ


ઓસ્ટ્રેલિયન ઓપનના ભારતીય ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, ભારતના અનુભવી રોહન બોપન્નાએ તેના સાથીદાર મેટ એબ્ડોન સાથે મળીને મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ મેચમાં રોહન બોપન્ના અને મેટ એબ્ડોનની જોડીએ ઈટાલીના સિમોન બોલેલી અને વાવાસોરીને હરાવી હતી.

રોહન બોપન્ના અને મેટ એબ્ડોને સિમોન બોલેલી અને વાવસોરીને 7-6, 7-5થી હરાવ્યા હતા. આ રીતે રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. રોહન બોપન્ના પહેલા, ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી ઉમરલાયક ખેલાડી નેધરલેન્ડના જીન-જુલિયન રોજર હતા. જીન જુલિયન રોજરે 40 વર્ષ અને 9 મહિનાની ઉંમરે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.

Latest Stories