Connect Gujarat
સ્પોર્ટ્સ

ભરૂચના પાંજરોલી ગામના ખેડૂત પુત્રએ દુબઈમાં યોજાયેલ એશિયન પાવર લીફટીંગ ચેમ્પીયન શીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

શ્રેયાંશ પટેલ દુબઇથી પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા સમસ્ત ગ્રામજનોએ પુષ્પવર્ષા અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું

ભરૂચના પાંજરોલી ગામના ખેડૂત પુત્રએ દુબઈમાં યોજાયેલ એશિયન પાવર લીફટીંગ ચેમ્પીયન શીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામના ખેડૂત પુત્રએ દુબઇમાં જાન્યુઆરી માસમાં યોજાયેલ એશિયન પાવર લીફટીંગ ચેમ્પીયન શીપમાં 52 કેટેગરીમાં 150 કિલોગ્રામમાં પાકિસ્તાન ,ઈરાન શ્રીલંકા ,અફઘાનિસ્તાનના ખેલાડીઓને ટક્કર આપીને ગોલ્ડ મેડલ હાંસલ કરતા દેશ અને ગામનું ગૌરવ વધાર્યું છે શ્રેયાંસ પટેલ પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા ગ્રામજનો એ ભવ્ય સ્વાગત કર્યું હતું

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામે રહેતા ખેડૂત ઉપેન્દ્રભાઈ પટેલનો પુત્ર શ્રેયાંશ પટેલ બી.ઈ.કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે, તેને અકસ્માત નડતા ખભાની પાંસળી તૂટી ગઈ હતી દરમ્યાન તેને જીમ જોઈન્ટ કરવા માટે પિતા ઉપેન્દ્ર ભાઈને વાત કરી હતી જો કે પોતાના ગામ તેમજ આસપાસના ગામમાં કોઈ જીમ સેન્ટર ન હોવાના કારણે શ્રેયાંશે સુરતના કોસંબા ગામ ખાતે જીમ જોઇન કરવાની ઈચ્છા દર્શવાતા પિતાએ જીમમાં જવાની પરવાનગી આપતા તેને કોસંબા ખાતે જીમ જોઈન્ટ કર્યું સાથે ગામથી દૂર સુરત ખાતે જીમ જોઈન્ટ કરીને પાવર લીફટીંગ પસંદ કરીને પ્રેક્ટીસ શરુ કરી હતી જેમાં તેને સફળતા મળતા તેના કોચ અને ગુજરાત પાવર લીફટીંગ ફેડરેશનના સેક્રેટરી ફૈઝાન પટેલે તેની કુશળતા જોઈ ને તેની જમ્મુ ખાતે ગત સપ્ટેમ્બરમાં નેશનલ પાવર લીફટીંગમાં પસંદગી કરી હતી જે શ્રેયાંશે બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો

દરમ્યાન ઇન્ડિયન પાવર લીફટીંગ ફેડરેશન દ્વારા દુબઇ ખાતે ગત તા 27 અને 28 જાન્યુઆરીના રોજ એશીયન પાવર લીફટીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી હતી આ એશીયન પાવર લીફટીંગ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાન ,શ્રીલંકા ,ઈરાન અફઘાનિસ્તાન ,ઇરાક યુએઈ સહીતના દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 52 કેટેગરીમાં 150 કિલોગ્રામ વજનમાં આ દેશોના ખેલાડીઓને ટક્કર આપીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો શ્રેયાંશે ગોલ્ડ મેડલ હાંસલ કરતા ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. શ્રેયાંશ બીજી ફેબ્રુઆરીના રોજ દુબઇથી પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા સમસ્ત ગ્રામજનોએ પુષ્પવર્ષા અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું શ્રેયાંશે ગોલ્ડ મેડલ હાંસલ કરતા તેને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું સાથે જ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કે જેઓએ શ્રેયાંશને સંપૂર્ણ સહકાર આપ્યો હતો તેઓ નો આભાર વ્યકત કર્યો હતો

Next Story