New Update
/connect-gujarat/media/post_banners/580af7b036069bddb8f8c2da7e5343b891726cab709fa2fe467afdc592dd9078.webp)
સ્મૃતિ મંધાનાએ T20 ઇન્ટરનેશનલમાં 3000 રનનો આંકડો પાર કરી લીધો છે. T20 ઈન્ટરનેશનલમાં 3 હજાર રનનો આંકડો પાર કરનાર મંધાના એકંદરે છઠ્ઠી અને ભારતની બીજી ખેલાડી બની ગઈ છે. મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં 3 હજારનો આંકડો પાર કર્યો હતો. મંધાના પહેલા માત્ર ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે મહિલા ક્રિકેટમાં આ આંકડો પાર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં મંધાનાએ લક્ષ્યનો પીછો કરતી વખતે 52 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા હતા. તેણે ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Latest Stories