Connect Gujarat
સ્પોર્ટ્સ

SRHએ IPLના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો, બેંગલુરુનો તોડ્યો રેકોર્ડ

SRHએ IPLના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો, બેંગલુરુનો તોડ્યો રેકોર્ડ
X

સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ સર્જ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસના સૌથી વધારે 277 રન ખડકી દીધાં હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના બેટરોએ મુંબઈ ઈન્ડીયન્સના બોલરોના છક્કા છોડાવી દીધા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના 3 બેટરો અભિષેકે 23 બોલમાં 63, હેનરિચ ક્લાસેને 34 બોલમાં અણનમ 80 રન અને એડન માર્કરામે વિસ્ફોટક 42 રન બનાવ્યાં હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદે કરેલો 277 રનનો સ્કોર આઈપીએલના ઈતિહાસનો સર્વોચ્ચ છે. આ પહેલા 23 એપ્રિલ 2013ના રોજ આરસીબીએ પુણે વોરિયર્સ સામે 5 વિકેટે 263 રન બનાવ્યા હતા તે વખતે ક્રિસ ગેલે 66 બોલમાં 175 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

સનરાઇઝર્સની ટીમ માટે ટ્રેવિસ હેડે સૌથી પહેલા 18 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આ પછી અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડીને 16 બોલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી. આ સિઝનમાં હેડની આ પહેલી મેચ છે. તેણે 24 બોલમાં 62 રન બનાવ્યા હતા.

Next Story