Connect Gujarat
સ્પોર્ટ્સ

સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની બેટ્સમેન મો.રિઝવાનને પાછળ છોડીને બનાવ્યો નવો "વર્લ્ડ રેકોર્ડ"

ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં રમ્યો હતો અને તેની અણનમ અડધી સદી દરમિયાન તેણે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની બેટ્સમેન મો.રિઝવાનને પાછળ છોડીને બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
X

ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં રમ્યો હતો અને તેની અણનમ અડધી સદી દરમિયાન તેણે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. પાકિસ્તાની બેટ્સમેન મો.રિઝવાનને પાછળ છોડી દીધો છે.

દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમ માટે અણનમ અડધી સદી રમી રહેલા સૂર્યકુમાર યાદવે ન માત્ર ટીમ ઈન્ડિયાને જીત અપાવી, પરંતુ આ મેચમાં પોતાની 3 સિક્સરના આધારે તેણે નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. સૂર્યકુમાર યાદવે આ રેકોર્ડ બાદ પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે. દક્ષિણ આફ્રિકા સામે, સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 50 રનની ઇનિંગ રમી હતી, અને તેણે 151.52ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ્સમાં આ 3 સિક્સરની મદદથી સૂર્યકુમાર યાદવ હવે એક વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. સૂર્યકુમાર યાદવ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના નામે હતો. પરંતુ હવે મો.રિઝવાન બીજા સ્થાને સરકી ગયો છે, અને સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાને આવી ગયો છે. વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં કુલ 45 સિક્સર ફટકારી છે, જ્યારે વર્ષ 2021માં મોહમ્મદ રિઝવાને 42 સિક્સ ફટકારી હતી. તે જ સમયે, આ મામલામાં ત્રીજા નંબર પર ન્યુઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલનું નામ આવે છે, જેણે વર્ષ 2021માં કુલ 41 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન એવિન લુઈસ આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે વર્ષ 2021માં 37 સિક્સર ફટકારી હતી.

Next Story