/connect-gujarat/media/post_banners/2d29e5a9030a44898305e64613714c4212bf3b1ff9e3ca80130f8508d1c848fd.webp)
ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપની આજે ફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઇગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાશે. આ ટાઈટલ મેચમાં પાકિસ્તાનનો સામનો ઈંગ્લેન્ડની ટીમ સાથે થશે. જે પણ ટીમ જીતશે, તેનું બીજું T20 વર્લ્ડ કપ ટાઇટલ હશે.
આ પહેલા પાકિસ્તાને 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો જ્યારે ઇગ્લેન્ડ 2010માં ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી. આ વખતે ઈંગ્લેન્ડને ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન પણ નબળી ટીમ નથી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તે તેની પ્રથમ બે મેચ હારી ગઇ હતી. ઝિમ્બાબ્વે સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમે જે રીતે પહેલા સેમીફાઈનલ અને હવે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે તેના કારણે ટીમના પ્રયાસોના વખાણ થઈ રહ્યા છે.