/connect-gujarat/media/post_banners/e5a54fafd3016735322df92edcf1f45d1e69b398a7ba1f4556c7902f42dba00a.webp)
ભારત અનેપાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટેમેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 થી રમાનાર આ મેચ માટે બંને ટીમજીતવા માટે સમાન તક ધરાવે છે.
જોકેપાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપરબેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે.જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમકબેટિંગ નિર્ણાયક બનશે. ભારતને ડેથ ઓવરમાં 15 થી 25 રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કેકાર્તિક કોને રમાડવા પ્રશ્ન છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે. ભારત-પાકિસ્તાનમેચના કારણે આ મેચમાં ખેલાડીઓ પર દબાણ ખૂબ વધારે છે. ઘણા એવા ખેલાડીઓ પણ છે જેહંમેશા એકબીજા સામે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરે છે. ચાલો જાણીએ કે આ મેચમાં કયાખેલાડીઓ પરસ્પર યુદ્ધ જોવા મળશે.