T20 વર્લ્ડકપ: ભારે રોમાંચક મેચમાં અમેરિકાએ કેનેડાને હરાવ્યું, એરોન જોન્સે 40 બોલમાં 94 રન ફટકાર્યા

કેનેડાએ અમેરિકાને 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. ડલ્લાસના ગ્રાન્ડ પ્રેયરી ક્રિકેટ સ્ટેડિયમમાં અમેરિકાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

New Update
t20

T20 World Cup

કેનેડાએ અમેરિકાને 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. ડલ્લાસના ગ્રાન્ડ પ્રેયરી ક્રિકેટ સ્ટેડિયમમાં અમેરિકાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેનેડાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા.જવાબમાં અમેરિકા તરફથી એન્ડ્રીસ ગૌસ અને એરોન જોન્સ ક્રિઝ પર છે. એરોન જોન્સ અને એન્ડ્રીસ ગૌસે ફિફ્ટી ફટકારી છે.​​​​ બન્ને વચ્ચે 100+ રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે.

અમેરિકાનો કેપ્ટન મોનાંક પટેલ 16 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. તેને ડિલન હેલીગરે વિકેટકીપર શ્રેયસ મૌવાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.યજમાન અમેરિકાને પહેલો ફટકો ઇનિંગ્સના બીજા જ બોલ પર લાગ્યો હતો. સ્ટીવન ટેલરને કલીમ સનાએ LBW આઉટ કર્યો. ટેલર ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.કેનેડા તરફથી નવનીત ધાલીવાલ અને નિકોલસ કિર્ટને અડધી સદી ફટકારી હતી. અમેરિકા તરફથી કોરી એન્ડરસન, હરમીત સિંહ અને સૌરભ નેત્રાવાલકરને 1-1 વિકેટ મળી હતી. પરગટ સિંહ અને દિલપ્રીત બાજવા રન આઉટ થયા હતા

Latest Stories