T20 વર્લ્ડકપ: આફઘાનિસ્તાને યુગાન્ડાને 125 રનથી હરાવ્યુ

16 ઓવરમાં માત્ર 58 રન અને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ચોથો સૌથી ઓછો ટીમનો કુલ સ્કોર છે, જે યુગાન્ડાએ આજે ​​અફઘાનિસ્તાન સામે બનાવ્યો

New Update
Afghanistan

Afghanistan

16 ઓવરમાં માત્ર 58 રન અને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ચોથો સૌથી ઓછો ટીમનો કુલ સ્કોર છે, જે યુગાન્ડાએ આજે ​​અફઘાનિસ્તાન સામે બનાવ્યો હતો

ICC T20 વર્લ્ડ કપ 2024માં, યુગાન્ડાએ મંગળવારે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા અને 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં યુગાન્ડાની ટીમ 16 ઓવરમાં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ રીતે અફઘાનિસ્તાને યુગાન્ડાને 125 રનથી હરાવ્યું. T20 વર્લ્ડ કપમાં રનના મામલે અફઘાનિસ્તાનની આ બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા ટીમે 2021 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ 5 વિકેટ લીધી હતી. આ ટુર્નામેન્ટનો ચોથો સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર છે. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

Latest Stories