Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડકપ: ચીફ સિલેક્ટર અજિત અગરકરનું નિવેદન, વિરાટના સ્ટ્રાઈક રેટ પર કોઈ જ પ્રશ્ન નથી

T20 વર્લ્ડકપ: ચીફ સિલેક્ટર અજિત અગરકરનું નિવેદન, વિરાટના સ્ટ્રાઈક રેટ પર કોઈ જ પ્રશ્ન નથી
X

T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવવા પર ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું છે કે ODI વર્લ્ડ કપ પછી સમય ઓછો હતો, તેથી અમે રોહિતને કેપ્ટન તરીકે રાખ્યો હતો.કોહલીના સ્ટ્રાઈક રેટ પર અગરકરે કહ્યું- 'અમે તેના સ્ટ્રાઈક રેટ પર ચર્ચા નથી કરી રહ્યા. IPL અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફેર છે. તમારે અનુભવની જરૂર છે.

અમને ટીમમાં સંતુલન અને શક્તિ મળી છે.તે જ સમયે, ચાર સ્પિનરોની પસંદગી પર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમને 4 સ્પિનરોની જરૂર હતી. અમે વેસ્ટ ઈન્ડિઝમાં ક્રિકેટ રમ્યા છીએ. ટેકનિકલી શા માટે સ્પિનરોની જરૂર છે? હું તેને વેસ્ટ ઈન્ડિઝમાં જાહેર કરીશ.બે દિવસ પહેલા 28 એપ્રિલે પસંદગી સમિતિએ 2 જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલને આ ટીમમાં સ્થાન મળ્યું નથી, જ્યારે રિંકુ સિંહ અને શુભમન ગિલને રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે.

Next Story