Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડકપ માટે મે સુધીમાં જાહેર થઈ શકે છે ટીમ, રિષભ પંત અને મયંક યાદવના નામ પર ચર્ચા

T20 વર્લ્ડકપ માટે મે સુધીમાં જાહેર થઈ શકે છે ટીમ, રિષભ પંત અને મયંક યાદવના નામ પર ચર્ચા
X

સિલેક્ટર્સ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં રિષભ પંત અને મયંક યાદવના નામ પર વિચાર કરી શકે છે. T20 વર્લ્ડ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે. આ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 1 મે સુધીમાં સંભવિત ખેલાડીઓના નામ મોકલવાના છે.Cricbuzz અનુસાર, IPLમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનના કારણે વિરાટ કોહલીએ પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

ઈજામાંથી પરત ફરેલા વિકેટકીપર રિષભ પંત અને યુવા ઝડપી બોલર મયંક યાદવના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.IPLની શરૂઆત પહેલાં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે રિષભ પંત વર્લ્ડ કપ પ્લાનનો ભાગ છે. જો તે ફિટનેસ પાછી મેળવે છે અને IPLમાં વધુ સારું પ્રદર્શન કરશે તો તેના નામ પર વિચાર કરવામાં આવશે.

Next Story