Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું
X

ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. 8 ઓવરની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને યજમાન ટીમે છેલ્લી ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે.

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ અણનમ 46 રન બનાવ્યા હતા. 20 બોલની પોતાની તોફાની ઇનિંગમાં હિટમેને 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે એક સિક્સર અને ફોર ફટકારીને ટીમ ઈન્ડિયાને ચાર બોલ પહેલા જ જીત અપાવી હતી.

8 ઓવરમાં 91 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. પહેલી જ ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. જોશ હેઝલવુડની આ ઓવરમાં રોહિતે બે સિક્સ અને એક સિક્સર કેએલ રાહુલે ફટકારી હતી. આ પછી બીજી ઓવરમાં 10 રન આવ્યા. ભારતની પ્રથમ વિકેટ ત્રીજી ઓવરમાં પડી હતી. કેએલ રાહુલ છ બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.

જોકે, રાહુલના આઉટ થયા બાદ પણ રોહિત રોકાયો ન હતો અને મોટા શોટ રમવાનું ચાલુ રાખ્યું હતું. આ સાથે જ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કોહલીએ પણ બે ચોગ્ગા ફટકારીને સ્કોર આગળ વધારવામાં મદદ કરી હતી. પરંતુ પાંચમી ઓવરમાં લેગ સ્પિનર એડમ ઝમ્પાએ સતત બે બોલમાં કોહલી અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મેચમાં વાપસી અપાવી હતી.

Next Story