ટીમ ઇન્ડિયાના નવા શિડ્યૂલની કરાઇ જાહેરાત

New Update
ટીમ ઇન્ડિયાના નવા શિડ્યૂલની કરાઇ જાહેરાત

ભારતીય ટીમ 2024માં શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં તેને 6 સફેદ બૉલની ક્રિકેટ મેચ રમવાની છે, જેમાં 3 ODI અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે. આ વ્હાઇટ બૉલ સીરીઝ ODI વર્લ્ડકપ બાદ પહેલીવાર 2024ના જુલાઈમાં રમાશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા સીરીઝની જાહેરાત કરવામાં આવી હતી.

શ્રીલંકા દ્વારા 2024ના ફ્યૂચર ટૂર પ્રૉગ્રામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતીય ટીમ સામેની સીરીઝનો પણ સમાવેશ થાય છે. શ્રીલંકાના ફ્યૂચર ટૂર પ્રૉગ્રામમાં સામેલ થનારી ઝિમ્બાબ્વે ટીમ પ્રથમ છે. ઝિમ્બાબ્વેની ટીમ જાન્યુઆરી 2024માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકાના પ્રવાસે જશે. ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકા આવશે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ત્રણેય ફોર્મેટની સીરીઝ રમશે.

આ પછી જૂન અને જુલાઈમાં 2024નો T20 વર્લ્ડકપ રમાશે. ત્યારબાદ જુલાઈમાં જ શ્રીલંકાની ટીમ ભારત સામે 3 વનડે અને 3 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આગળ જતાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો શ્રીલંકાનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડ ત્રણ વખત શ્રીલંકાનો પ્રવાસ કરશે.

2023માં શ્રીલંકાએ કર્યો હતો ભારતનો પ્રવાસ

શ્રીલંકાએ 2023 માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે બંને વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ ODI મેચ રમાઈ હતી. ભારતીય ટીમે બંને સીરીઝ જીતી હતી. ભારતે T20 સીરીઝમાં શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. ભારતે T20 સીરીઝની પ્રથમ મેચ 2 રને જીતી હતી, ત્યારબાદ શ્રીલંકાએ બીજી મેચ 16 રને જીતી હતી. ત્યાર બાદ ત્રીજી મેચમાં ભારતે 91 રને જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરી હતી.

Latest Stories