હૈદરાબાદમાં આજથી ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ મેચ

New Update
હૈદરાબાદમાં આજથી ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ મેચ

આજથી હૈદરાબાદમાં ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની આ પ્રથમ મેચ છે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલમાં રમાશે.

ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ આ મેચ માટે પોતાના પ્લેઈંગ-11ની જાહેરાત કરી ચૂક્યા છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ દરમિયાન જ પોતાના પ્લેઈંગ-11ની જાહેરાત કરશે. ભારતીય ટીમ આ મેચ વિરાટ કોહલીની ગેરહાજરીમાં રમશે.

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

Latest Stories