Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની કરી જાહેરાત
X

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ODI ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ ટીમનો ભાગ નથી. ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ રવિવાર, 10 ડિસેમ્બરથી ત્રણ મેચની T20 શ્રેણી સાથે શરૂ થશે. આ પછી, 17 ડિસેમ્બર, રવિવારથી 3 મેચની વનડે શ્રેણી શરૂ થશે.

ODI શ્રેણી માટે BCCIએ યુવા ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેમાં રજત પાટીદાર, ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા અને રિંકુ સિંહ જેવા બેટ્સમેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાંઈ સુદર્શન અને રજત પાટીદારે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કર્યું નથી. આવી સ્થિતિમાં, બંને બેટ્સમેન કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી શકે છે. આ વખતે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પણ તક આપવામાં આવી છે, જેને છેલ્લા કેટલાક સમયથી નજરઅંદાજ કરવામાં આવી રહ્યો હતો.

આ સિવાય ટીમમાં માત્ર યુવા બોલરોને જ તક આપવામાં આવી છે. જો કે, અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલે લાંબા સમય બાદ વાપસી કરી છે. આ સિવાય 2023 ODI વર્લ્ડ કપની ટીમમાં સામેલ ચાઈનામેન સ્પિનર કુલદીપને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલરોમાં મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને દીપક ચહર સહિત ચાર બોલર છે.

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ

ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ કુમાર, અર્શદીપ સિંહ, દીપક ચહર.

Next Story