આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ જ્હોનિસબર્ગના વાન્ડેરર્સમાં રમાશે

New Update
આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ જ્હોનિસબર્ગના વાન્ડેરર્સમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ આજે (17 ડિસેમ્બર) રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જ્હોનિસબર્ગના વાન્ડેરર્સમાં રમાવાની છે. આ મેચમાં કેએલ રાહુલ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. જ્યારે એડન માર્કરમ દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે. પ્રથમ ODI મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ તેની પ્રથમ વનડે મેચ રમવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા નવેસરથી શરૂઆત કરશે. એ અલગ વાત છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર આ વનડે સિરીઝમાં ભાગ લઈ રહ્યા નથી. તેમ છતાં વર્ષ 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને ભારત પાસે તેના નવા ખેલાડીઓને તક આપવાની શાનદાર તક હશે.

Latest Stories