New Update
/connect-gujarat/media/post_banners/f9a3a23c7d841b6cb0078682eec8bef5faa5b3738dee4da87064a7ebdf540c60.webp)
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સીરિઝ ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સીરિઝની પહેલી મેચ 8 વિકેટે જીતી લીધી હતી પરંતુ બીજી જ મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર પુનરાગમન કર્યું અને 8 વિકેટે જીત મેળવી. આવી સ્થિતિમાં હવે સીરિઝનો નિર્ણય આજે છેલ્લી મેચમાં થશે. ટીમ ઈન્ડિયા પાસે આ મેચ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI મેચ બોલેન્ડ પાર્ક, પાર્લ ખાતે રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે સિરઝ 2-1થી કબજે કરશે. જો આમ થાય છે તો સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયાની આ બીજી વનડે સિરીઝ જીત હશે. ટીમ ઈન્ડિયાએ 2018માં સાઉથ આફ્રિકામાં આ એકમાત્ર વનડે સીરિઝ જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે આ વખતે સાઉથ આફ્રિકાને તેના જ ઘરમાં હરાવવાની મોટી તક છે.
Latest Stories