Connect Gujarat
સ્પોર્ટ્સ

U-19 વર્લ્ડ કપ : ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાને એક વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં કાંગારૂ ટીમ ભારત સામે ટકરાશે

U-19 વર્લ્ડ કપ : ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાને એક વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં કાંગારૂ ટીમ ભારત સામે ટકરાશે
X

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા અંડર-19 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાઈ હતી. આ એક રોમાંચક મેચ હતી કારણ કે તે છેલ્લી ઓવર સુધી ચાલી હતી.

ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 3 રનની જરૂર હતી અને પાકિસ્તાનને એક વિકેટની જરૂર હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રાલ્ફ મેકમિલને ચોગ્ગો ફટકારીને ઓસ્ટ્રેલિયાને ફાઈનલની ટિકિટ અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ એક વિકેટથી જીત મેળવી હતી અને હવે ફાઇનલમાં કાંગારૂ ટીમનો સામનો ભારત સામે થવાનો છે. આ મેચ રવિવારે 11 ફેબ્રુઆરીએ રમાશે.

Next Story