વિનેશ ફોગાટે કુસ્તીમાંથી લીધી નિવૃત્તિ, X પર ઇમોશનલ પોસ્ટ શેર કરી

ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાઈ થયા પછી કુસ્તીમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. સવારે 5.17 મિનિટ પર X પર એક પોસ્ટમાં લખ્યું,

New Update
vinesh-phogat-celebrates

ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાઈ થયા પછી કુસ્તીમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. સવારે 5.17 મિનિટ પર X પર એક પોસ્ટમાં લખ્યું, “ મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો આપનું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું. આનાથી વધુ તાકાત નથી રહી હવે.

Screensho

અલવિદા કુસ્તી 2001-202, આપ સૌની હંમેશા ઋણી રહીશ માફી.”જો કે, નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા, તેણે બુધવારે રાત્રે પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ કરી હતી. તેઓએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ પાસે માંગ કરી હતી કે તેમને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે. વિનેશે પહેલા ફાઈનલ રમવાની માંગ પણ કરી હતી. પરંતુ તેઓએ તેમની અપીલ બદલી અને હવે સંયુક્ત રીતે સિલ્વર આપવાની માંગ કરી.7 ઓગસ્ટના રોજ, વિનેશનું વજન તેની નિર્ધારિત 50 કિલોગ્રામની શ્રેણી કરતાં 100 ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું. આ પછી ઓલિમ્પિક એસોસિએશને તેણીને ફ્રી સ્ટાઇલ મહિલા કુસ્તી માટે અયોગ્ય જાહેર કરી.

#વિનેશ ફોગાટ
Latest Stories