વર્લ્ડ કપ 2023 : ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર, ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુનો બન્યો શિકાર

વર્લ્ડ કપ 2023 : ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર, ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુનો બન્યો શિકાર
New Update

વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આમાં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે જે રવિવારે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ શુભમન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી પણ બહાર રહી શકે છે. પરંતુ હાલમાં આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં મેચ રમાવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ શુભમને પ્રેક્ટિસમાં ભાગ લીધો નથી. તેનો ડેન્ગ્યુનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. હાલમાં શુભમન મેનેજમેન્ટ અને ડોક્ટરોની દેખરેખમાં છે. શુક્રવારે ફરીથી તેની તપાસ કરવામાં આવશે. જો શુભમનની રિકવરી સારી રહેશે તો તે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી શકે છે. પરંતુ જો તે સ્વસ્થ નહીં થાય તો તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાંથી બહાર થઈ જશે.

#India #ConnectGujarat #Shubman Gill #World Cup 2023 #dengue #Indian fans
Here are a few more articles:
Read the Next Article