વર્લ્ડ કપ 2023 : ઈડન ગાર્ડનમાં આજે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

New Update
વર્લ્ડ કપ 2023 : ઈડન ગાર્ડનમાં આજે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

આજે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ કોલકાતાના ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડનમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આ મેદાન પર બે મેચ રમાઈ ચુકી છે અને બંને મેચમાં બોલરોનો દબદબો રહ્યો છે. ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંનેને લગભગ સમાન મદદ મળી છે. આજની મેચમાં પણ પિચનો મિજાજ આવો જ રહેવાની આશા છે. વર્લ્ડ કપ 2023માં ભારત અને દક્ષિણ આફ્રિકા પોઇન્ટ ટેબલમાં અનુક્રમે નંબર 1 અને નંબર 2 પર છે, એટલે કે ટોચની બંને ટીમો વચ્ચે આજે મુકાબલો થશે.

જો કે, IPL મેચોમાં અહીં ઘણા રન જોવા મળ્યા છે, પરંતુ વર્લ્ડકપની છેલ્લી બે મેચોમાં બોલરોના સમર્થનમાં પિચનું વર્તન જોવા મળ્યું છે. આ બંને મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 230નો આંકડો પણ સ્પર્શી શકી નથી. અહીં ઝડપી બોલરો વિકેટ લેવામાં આગળ છે જ્યારે સ્પિનરો ઇકોનોમી રેટમાં વધુ સારા છે. છેલ્લી મેચમાં રાત્રે પણ અહીં ઝાકળ જોવા મળી હતી, જેના કારણે બીજી ઇનિંગમાં બેટિંગ થોડી સરળ લાગી હતી. આજે પણ પિચ બોલરોને મદદ કરે તેવી સારી તકો છે. જોકે, અહીં બેટ્સમેનોને પણ તક મળશે.

Latest Stories