/connect-gujarat/media/post_banners/f9cfe13871ca9eb51f0e1529b5a20a3b4240df9f317e6a56339bb4a10270f819.webp)
આજે વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચ ધર્મશાલામાં રમાશે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં હળવો વરસાદ પડી રહ્યો છે. આજનું હવામાન પણ આવું જ રહેવાનું છે. ધર્મશાલામાં મેચ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે મેચ સંપૂર્ણપણે ધોવાઈ શકે છે. સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે નેધરલેન્ડની ટીમ પણ અપસેટ સર્જી શકે છે.
સાઉથ આફ્રિકાએ દિલ્હીમાં રમાયેલી પ્રથમ મેચમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે 428 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યા બાદ 102 રનથી જીત મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાને લખનઉમાં હાર આપી હતી. દક્ષિણ આફ્રિકાએ બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, ટોપ ઓર્ડર બેટ્સમેન રાસી વાન ડેર ડ્યુસેન અને એડન માર્કરામે પ્રભાવિત કર્યા છે. ત્રણેયએ શ્રીલંકા સામે સદી ફટકારી હતી જ્યારે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.
નેધરલેન્ડે ટી-20 વર્લ્ડ કપ 2009માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો. સ્કોટ એડવર્ડ્સની કેપ્ટનશીપ હેઠળની ટીમ આ જીતમાંથી પ્રેરણા લેવા માંગે છે પરંતુ ટી-20 અને વન-ડે ક્રિકેટમાં ઘણો તફાવત છે.
આ મેદાન બોલરો અને બેટ્સમેનોને સમાન રીતે મદદ કરે છે. અહીંની પિચ માત્ર સ્પિન બોલરોને જ મદદ કરતી નથી પણ ઝડપી બોલરોને મૂવમેન્ટ પણ પૂરી પાડે છે. બાઉન્ડ્રી નાની હોવાને કારણે બેટ્સમેનોએ પણ ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.