WPL: દીપ્તિ શર્માની તોફાની ઈનિંગ યુપીને જીત ન અપાવી શકી, ગુજરાતની આ સિઝનમાં બીજી જીત

New Update
WPL: દીપ્તિ શર્માની તોફાની ઈનિંગ યુપીને જીત ન અપાવી શકી, ગુજરાતની આ સિઝનમાં બીજી જીત

દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં ગુજરાતે યુપીને 8 રને હરાવ્યું હતું. બેથ મૂનીની કપ્તાનીમાં ગુજરાતે રોમાંચક મુકાબલામાં જીત મેળવતા આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થવાની રેસમાં ગુજરાત હજી ટકી રહ્યું છે. જ્યારે યુપીને ક્વોલિફાય થવા હવે બેંગલોર અને ગુજરાતની આગામી મેચમાં હારની પ્રાર્થના કરવી પડશે.ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં ગુજરાતે યુપીને 8 રને હરાવ્યું હતું. ગુજરાતે મુંબઈને જીતવા 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે યુપીની ટીમ 144 રન જ કરી શકી હતી.દીપ્તિ શર્માના 88 અને પૂનમ ખેમનારના 36 રનની મદદથી મુંબઈની ટીમે 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં સોફી એક્લેસ્ટોને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

ગુજરાત જાયન્ટ્સ આ જીત બાદ પણ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે જ છે અને તેમની હજી આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થવાની આશા જીવંત છે. જ્યારે આજની મેચમાં હાર બાદ યુપીની ટીમ પણ ચોથા સ્થાને યથાવત છે. દિલ્હી અને મુંબઈ ટોપ પર છે ક્વોલિફાય કરી ચૂકી છે.

Latest Stories