યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક મોટો રેકોર્ડ કર્યો પોતાના નામે, રોહિત, કોહલીને છોડ્યા પાછળ

New Update
યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક મોટો રેકોર્ડ કર્યો પોતાના નામે, રોહિત, કોહલીને છોડ્યા પાછળ

ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, રાંચીમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે ખાસ યાદીમાં ભારતના મહાન બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. યશસ્વી જયસ્વાલને બેટિંગ રેન્કિંગમાં 14 સ્થાનનો ફાયદો થયો છે. તે 29માથી 15મા સ્થાને ગયો. બીજી ટેસ્ટ બાદ તેણે 37 સ્થાનની છલાંગ લગાવી હતી.

યશસ્વી જયસ્વાલે રાંચી ટેસ્ટના પ્રથમ દાવમાં 1 સિક્સર ફટકારીને ભારતીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 23 સિક્સર ફટકારી છે. આ સાથે તે ભારત માટે ટેસ્ટમાં એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. તેણે પોતાની ટેસ્ટ કરિયરમાં ઓસ્ટ્રેલિયા સામે 25 સિક્સર ફટકારી હતી.

એક ટીમ સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય

• 25 સિક્સર - સચિન તેંડુલકર - વિ. ઓસ્ટ્રેલિયા

• 23 છગ્ગા - યશસ્વી જયસ્વાલ - વિ. ઈંગ્લેન્ડ

• 22 છગ્ગા - રોહિત શર્મા - વિ. સાઉથ આફ્રિકા

• 21 સિક્સર - કપિલ દેવ - વિ. ઈંગ્લેન્ડ

• 21 છગ્ગા - રિષભ પંત - વિ.ઇંગ્લેન્ડ

Latest Stories