/connect-gujarat/media/post_banners/2a458590e5e2b5b1373ca770a7d012b896300baafaf850fcfcf50c164a63ba94.webp)
ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવી સૌથી મોટો ઉલટફેર કર્યો છે. ગુરુવારે (27 ઓક્ટોબર) પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે આઠ વિકેટે 129 રન જ બનાવી શક્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઝિમ્બાબ્વે સામેની હાર હવે પાકિસ્તાન માટે એક ખરાબ સપના સમાન બની રહેશે. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ પણ શાનદાર પારી રમી હતી. ઝિમ્બાબ્વેના સ્ટાર ખેલાડી સિકંદર રઝાએ ઓગસ્ટ 2022માં ત્રણ વખત રન બદલતા સદી ફટકારી હતી. સિકંદર રઝાએ આ પહેલા બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશ સામે રનનો પીછો કરતી વખતે તેણે સતત બે સદી ફટકારી હતી.