હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૉંગ્રેસને બહુમત મળ્યું ત્યારથી લોકો ચર્ચા કરી રહ્યા હતા કે હિમાચલમાં કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
કોંગ્રેસના નિરીક્ષક ભૂપેશ બઘેલે કહ્યું કે હાઈકમાન્ડે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપી દીધી છે. મુકેશ અગ્નિહોત્રી હિમાચલના ડેપ્યુટી સીએમ હશે. આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ થશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170