• NEET પરીક્ષા રદ થયા બાદ શાળાની અનોખી પહેલ

  • 300થી વધુ વિદ્યાર્થીઓએ ફરી કસી કમર

  • પેપર લીક સામે વિદ્યાર્થીઓનો જુસ્સો અકબંધ

  • મોક ટેસ્ટ દ્વારા મનોબળ મજબૂત કરાયું

  • વિદ્યાર્થીઓએ પેપર નહીં ફૂટે તેવી આશા વ્યક્ત કરી

સુરતમાં NEETની પરીક્ષા રદ થયા બાદ નવી તારીખ 21 જૂન જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ ફરી એકવાર પુરા જોશ સાથે તૈયારીમાં લાગી ગયા છે. અને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીઓ શરૂ કરાવી દીધી છે.

દેશભરમાં NEET પરીક્ષાનું પેપેર લીક થયું હોવાની ઘટના પ્રકાશમાં આવતા લખો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી વળ્યું હતું.ત્યારે હવે આવનાર 21 જૂનના રોજ પૂર્ણ સુરક્ષા સાથે પરીક્ષા યોજાનાર છે,ત્યારે સુરતમાં શાળાઓ દ્વારા NEET પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ જળવાઈ રહે અને તેમનું મનોબળ ન તૂટે તે હેતુથી સુરતની પીપી સવાણી શાળા દ્વારા પરીક્ષા રદ થયાના બીજા જ દિવસથી ખાસ તૈયારીઓ શરૂ કરાવી દેવામાં આવી હતી. શાળામાં NEETના અસલી પ્રશ્નપત્રના માળખા મુજબ જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ એક સાથે પરીક્ષા આપી પોતાની ક્ષમતા ચકાસી હતી.

વિદ્યાર્થીઓ હવે જૂના જુસ્સા સાથે ફરીથી મેદાને ઉતર્યા છે અને પરીક્ષા આપવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે. જોકેવિદ્યાર્થીઓમાં એક જ આશા અને અપેક્ષા જોવા મળી રહી છે કે આ વખતે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે અને ફરીથી પેપર ફૂટવાની જેવી ઘટનાઓ ન બને. શાળાઓ દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત તૈયારીઓએ અનિશ્ચિતતાના માહોલમાં વિદ્યાર્થીઓને નવું માર્ગદર્શન અને આત્મવિશ્વાસ પૂરો પાડ્યો છે.