/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/09141402/maxresdefault-96.jpg)
સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને જૈન સંસ્થા દ્વારા રજતતુલા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે સન્માનમાં વપરાયેલ 101 કિલો જેટલું ચાંદી સેવાભાવી સંસ્થાઓને સેવાકાર્ય કરવા માટે આપવામાં આવશે.
સુરત શહેરના જૈન સમાજ દ્વારા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું વિશેષ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.પાટીલની રજતતુલા કરી તેમના વજન સાથે ચાંદી તોલવામાં આવી હતી. 97 કિલો વજન ધરાવતા સી.આર.પાટીલને 101 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. જોકે રજતતુલા થયેલ ચાંદીને લોકસેવાના કાર્ય માટે આપવામાં આવશે તેવી જાહેરાત પણ સી.આર.પાટીલે કરી હતી.
સુરત ખાતે યોજાયેલા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના સન્માન સમારોહમાં 50થી વધુ જૈન સંસ્થા અને શ્રેષ્ઠીઓએ સી.આર.પાટીલનું બહુમાન કરી તેમને નવાજ્યા હતા. જેમાં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા જૈન સમાજના ઉદ્યોગપતિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.