સુરત : પેટાચૂંટણીમાં 8 બેઠકો પર ભાજપનો વિજય, કાર્યકરોએ ભાજપની જીતને ગણાવી પ્રદેશ અધ્યક્ષની જીત

New Update
સુરત : પેટાચૂંટણીમાં 8 બેઠકો પર ભાજપનો વિજય, કાર્યકરોએ ભાજપની જીતને ગણાવી પ્રદેશ અધ્યક્ષની જીત

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠેય આઠ બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર વિજય થતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. સુરત એરપોર્ટ ખાતે ઢોલ નગારા સાથે એકમેકને મીઠાઈ ખવડાવી ભાજપની જીતને પ્રદેશ અધ્યક્ષની જીત ગણાવી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરત એરપોર્ટ પર આવી પહોંચતા ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોએ તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

જોકે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે અનેકવાર વિવાદમાં આવેલા પ્રદેશ અધ્યક્ષે એરપોર્ટ પર ઉમટેલા કાર્યકરોના ટોળાને સોશિયલ ડિસ્ટનસિંગ બાબતે ધ્યાન રાખવા ખાસ સૂચન કર્યું હતું. જેમાં તેઓ પોતે કાર્યકર્તાઓને પોતાનાથી દૂર કરતા પણ જોવા મળ્યા હતા. આટલું જ નહીં પણ મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષએ તો માઇક પરથી સોશિયલ ડિસ્ટનસ અંગે જાહેરાત કરી હતી.

Latest Stories