કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 3 કૃષિ બિલનો વિરોધ ઘણા રાજ્યોમાં ખેડૂતો કરી રહ્યાં છે, ત્યારે હવે સુરતમાં પણ કૃષિ બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતના ચોકબજારમાં ગાંધી પ્રતિમા નજીક મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી સત્યાગ્રહ અને ઉપવાસ કાર્યક્રમ યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ સાથે કૃષિ બીલને કાળા કાયદારૂપ ગણાવ્યો હતો. સાથે જ આ ત્રણેય કૃષિ બિલ પસાર થવાથી જગતનો તાત પણ ખૂબ દુઃખી થયો છે. કેન્દ્ર સરકાર આ કાળો કાયદો પાછો ખેચે તેવી માંગ સાથે કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સામે સુત્રોચાર પણ કર્યા હતા
સુરત : કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે ગજવ્યું ચોકબજાર, કાળો કાયદો પાછો ખેચવા કરી માંગ
New Update