સુરત: ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઇ રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBનાં છટકામાં ઝડપાયા
સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,ACBની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગુજરાત, સમાચાર
સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,ACBની લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી,જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ ગુનો ન નોંધવા માટે ગોપીપુરા પોલીસ સ્ટેશનનાં PSI લલિતકુમાર મોહનલાલ પુરોહિતે રૂપિયા 3 લાખની માંગ કરી હતી,પરંતુ અંતે રકઝક બાદ રૂપિયા 1 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ,જોકે ફરિયાદી દ્વારા આ અંગે બનાસકાંઠા લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી,જે ફરિયાદને આધારે ACB દ્વારા સુરત રેલવે સ્ટેશનના બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટર ઉપર ટ્રેપ ગોઠવી હતી,અને ફરિયાદી પાસેથી રૂપિયા 1 લાખની લાંચ સ્વીકારવા જતા PSI લલિત પુરોહિતને ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા,અને સુરત ACBને હવાલે કરી દીધા હતા.ACB દ્વારા લાંચિયા અધિકારીઓ સામેની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો,અને હાલ લલિત પુરોહિત સામે ACB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
