સુરતના પૂણા વિસ્તારમાં પાન સેન્ટરમાંથી મોબાઈલની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. માલિકની નજર ચૂકવી મોબાઇલની ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.કાપડ નગરી સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહયું છે ત્યારે મોબાઈલ ચોરીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.સુરતના પૂણા વિસ્તારમાં આવેલ એક પાન સેન્ટરમાં બે તસ્કરો ગ્રાહકના સ્વાંગમાં આવે છે અને સામાન ખરીદવાના બહાને દુકાનના માલિક સાથે વાતચીત કરે છે ત્યાર બાદ દુકાન માલિક સમાન લેવા પાછળની બાજુ ફરે છે એટલી પળ વારમાં બે પૈકી એક તસ્કર દુકાન માલિકના મોબાઈની ચોરી કરી લે છે અને બાદમાં સમાનના રૂપિયા આપી ઉતાવળે ત્યાથી ચાલ્યા જાય છે.આ સમગ્ર ઘટના દુકાનમા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દુકાન માલિકને આ અંગેની જાણ થતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે..