ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના મહાનિર્વાણ દિવસ પર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનના વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી. નાગસેન નગર બુદ્ધ વિહારથી રમાબાઈ ચોક સુધી રેલી કાઢી ડો.બાબાસાહેબજીની પ્રતિમાને ફુલહાર માનવંદના આપવામાં આવી હતી.
દેશના ૧૨૦ કરોડ જનતાને ભારતીય બંધારણમાં સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો હક્ક અધિકાર આપનારા એવા ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું 6 ડિસેમ્બર 1956ના રોજ નિધન થયું હતું. આ દિવસે આજે દેશભરમાં લોકો બાબાસાહેબ આંબેડકરજીને યાદ કરી તેઓને પુષ્પના હાર પહેરાવી માવંદના આપી શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરમાં કેન્ડલ માર્ચ યોજી વિદ્યાર્થીઓ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકરજીને માનવંદના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર પ્રબોધન કરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.
