સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તરૂણ ગઢવીનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી રહી છે ત્યારે ઉમેદવારોની જાહેરાત બાદ કેટલાક જીલ્લામાં ઉકળતો ચરુ જોવા મળી રહયો છે. સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તરૂણ ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તરૂણ ગઢવીનું નામ જાહેર થતાની સાથે જ ભડકો થયો છે. રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાનો સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ પર એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ તરુણ ગઢવીને આયાતી ઔમેદવાર ગણાવ્યા હતા અને તેમના સ્થાને સ્થાનિક પાટીદાર યુવાનને ટિકિટ આપવાની માંગ કરી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170