ભરૂચ જિલ્લાના શુકલતીર્થ નજીક નદી કિનારે આવેલા રેતીના લીઝ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ જેસીબી મશીનના બકેટ નીચેથી મળી આવ્યો છે. આ ઘટનાને પગલે શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે.
આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તબક્કે આ ઘટના હત્યા, અકસ્માત કે આત્મહત્યાનો બનાવ છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ અને તકનિકી આધારોના આધારે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાશે.
