શિક્ષક દિન નિમિતે ગુજરાતનાં ૩ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

New Update
શિક્ષક દિન નિમિતે ગુજરાતનાં ૩ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

સમગ્ર વિશ્વમાં ૫ સપ્ટેમ્બરના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દેશમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે. જે વર્ષે સમગ્ર દેશના ૪૭ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં 3 શિક્ષકો ગુજરાતના છે. આ ૩ શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકે દેશના 36 રાજ્યોમાંથી 47 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ શિક્ષકોની પસંદગી ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ પસંદગી પામેલા શિક્ષકોમાં 3 શિક્ષકો ગુજરાતના છે.

ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલામાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ડેડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠાવત, બીજા નંબરે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના સંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર તથા ત્રીજા નંબરે અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સુધા ગૌતમ જોશી છે. આ ૩ શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Latest Stories