Connect Gujarat
ટેકનોલોજી

BSNLને બેઠી કરવા મોદી સરકારનો મોટો નિર્ણય ! 1.64 લાખ કરોડના પેકેજની મંજૂરી આપી

સરકારે BSNL માટે 1.64 લાખ કરોડનું પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એવું પણ કહ્યું કે સરકાર BSNLને એડમિનિસ્ટ્રીટેટિવ સ્પેક્ટ્રમની ફાળવણી પણ કરશે

BSNLને બેઠી કરવા મોદી સરકારનો મોટો નિર્ણય ! 1.64 લાખ કરોડના પેકેજની મંજૂરી આપી
X

દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી ચાલી રહી છે. ત્યારે હવે સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLને ઉગારવા માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં BSNLને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠકમાં સરકારે BSNLને ઉગારવા 1.64 લાખ કરોડના પેકેજની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે BSNL માટે 1.64 લાખ કરોડનું પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એવું પણ કહ્યું કે સરકાર BSNLને એડમિનિસ્ટ્રીટેટિવ સ્પેક્ટ્રમની ફાળવણી પણ કરશે જેનાથી તેને 4G સેવાઓ વિસ્તારવામાં મદદ મળશે.

Next Story