/connect-gujarat/media/post_banners/545ef05cd008c3b91816f344faf642c66c09608327cf67d459e89e8637c62fd9.webp)
ભારતમાં તમામ મોબાઇલ નંબરની શરૂઆત +91થી જ થાય છે. શું તમે જાણો છો કે બીજા કોઈ નંબર ના બદલે આ જ નંબર કેમ રાખવામા આવે છે. તો ચાલો જાણીએ કોણ આપે છે આ નંબર. ભારતમાં તમામ નંબરની આગળ +91 કોડ લગાડવામાં આવે છે. આ કોડને કન્ટ્રી કોડ કહેવામા આવે છે. કંટ્રી કોલિંગ કોડ કે કંટ્રી ડાયલ ઇન કોડ અથવા યુઝ ટેલિફોન નંબર પ્રીફિક્સ તરીકે ફોન નંબરની આગળ લગાવવામાં આવે છે. કન્ટ્રી કોડ ઇન્ટરનેશનલ ટેલિફોન નંબરિંગ યોજનાનો ભાગ છે. તેનો ઉપયોગ એક દેશમાંથી બીજા દેશમાં કોલ્સ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
પોતાના દેશમાં આ કોડ ઓટોમેટિક લાગી જાય છે. આ કોડ કેવી રીતે મળે છે. ક્યાં દેશને ક્યો કોડ મળશે તે તેના ઝોન અને નંબર પર આધાર રાખે છે. ભારત નવમા ઝોનનો પ્રથમ દેશ છે. તેથી અહીં +91 કોડ લગાડવામાં આવે છે. જે રીતે ભારત માટે +91 નો કોડ છે તે જ રીતે પાકિસ્તાનનો કન્ટ્રી કોડ +92 છે. આ કોડને ઇન્ટરનેશનલ સબસ્ક્રાઇબર્સ ડાયલિંગ પણ કહેવામાં આવે છે. તુર્કીનો +90, અફઘાનિસ્તાનનો +93 અને શ્રીલંકાનો +94 કોડ છે. આ કોડ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા આપવામાં આવે છે. આ એક સ્પેશિયલ એજન્સી છે. જે યુનાઈટેડ નેશનનો એક ભાગ છે. તેની શરૂઆત 17 મે 1865માં થઈ હતી. તેનું હેડ ક્વાટર્સ જીનીવામાં આવેલું છે. 193 દેશ આ યુનિયનનો ભાગ છે. કન્ટ્રી કોડ આપવો તે આ એજન્સીનું કામ છે.