Connect Gujarat
ટેકનોલોજી

માઈક્રોસોફ્ટ સીઈઓ સત્ય નડેલા ભારત મુલાકાત દરમિયાન એક મોટી કરી જાહેરાત, 20 લાખથી વધુ લોકોને AI આપશે ટ્રેનિંગ

માઈક્રોસોફ્ટ સીઈઓ સત્ય નડેલા ભારત મુલાકાત દરમિયાન એક મોટી કરી જાહેરાત, 20 લાખથી વધુ લોકોને AI આપશે ટ્રેનિંગ
X

આજકાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. સેમસંગે સ્માર્ટફોનમાં AI ફીચર્સ પણ સામેલ કર્યા છે. આ સિવાય ઘણા સારા અને ખરાબ કામોમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થયો છે. માઈક્રોસોફ્ટ એઆઈ ટેક્નોલોજીને ખૂબ જ ઝડપથી આગળ વધારી રહી છે અને આ કંપનીના સીઈઓ સત્ય નડેલા ભારતની મુલાકાતે છે.

સત્ય નડેલાએ તેમની ભારત મુલાકાત દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે માઈક્રોસોફ્ટ ભારતના 20 લાખ અથવા 20 લાખથી વધુ લોકોને AI ટ્રેનિંગ આપશે. તેમણે કહ્યું કે આ પગલું ભારતમાં ભાવિ કર્મચારીઓને સશક્ત બનાવવા માટે માઇક્રોસોફ્ટની પ્રતિબદ્ધતા છે. તેનાથી દેશમાં રોજગારી વધશે.

તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કર્યા બાદ ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે AI ટેક્નોલોજીથી બેરોજગારી વધશે, પરંતુ AIનો ઉપયોગ કરવા માટે માણસોની પણ જરૂર પડશે. નાણામંત્રીની આ ટિપ્પણી બાદ સત્ય નડેલાની આ જાહેરાત સ્પષ્ટપણે દર્શાવે છે કે આવનારા સમયમાં ભારતમાં લોકો માટે રોજગાર મેળવવા માટે AIની ટ્રેનિંગ લેવી અથવા તો AI સ્કીલ શીખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

Next Story